મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા
ચમ લખ્યા આવા વિધાતા એ લેખ રે
ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા
મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા
એકબીજા માટે જીવ અમે આલતા
દાડો કે રાત અમે જુદા રે ના પડતા
વાતો વાતો માં અમે ઝગડો મેઠો કરતા
ઘડી બેઘડી માં નમણા કરી નાખતા
જુદા રહીને કેમ કરી જીવાય રે
ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા
જુદા થઈને કેમ કરી જીવાય રે
ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા
મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા
હું એનું ખોળિયું ને એ મારો જીવ છે
ભેળા બેસી ખાવાની અમને ટેવ છે
હાચા પ્રેમીઓનો રોમ હાદ રે હોંભળજો
વિખુટા પડેલા ને ભેળા તમે કરજો
મારજો તમે લેખ ને માથે મેખ રે
ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા
મારજો તમે લેખ ને માથે મેખ રે
ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા
મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા