એક ટપાલી આયો છે, એ સંદેશો લાયો છે
એક ટપાલી આયો છે, એ સંદેશો લાયો છે
હોંભળી મારી આંખો રડી જઈ
શેરમાં મારી જાનું બીજે પ્રેમમાં પડી જઈ
મારુ દલડું છેતરાયું છે મનડું ભરાયું છે
દલડું છેતરાયું છે મનડું ભરાયું છે
જીવથી વ્હાલી પાછી ફરી જઈ
શેરમાં મારી જાનું કોક ના પ્રેમમાં પડી જઈ
હાચુ એવું થયું છે કે જોવુ છું હું સપનું
તારા મોઢે હોંભળું તોજ હાચુ મોનુ
કોક ના મુઢે હોંભળ્યુ છે જે એ પણ નથી ઓછું
મનમાં વાત રાખતી ના બોલતી ના ખોટું
એ જીવડો ગભરાયો છે અવળો વિચાર આયો છે
મારો જીવડો ગભરાયો છે અવળો વિચાર આયો છે
જીવું મરૂ હવે નક્કી નઈ
શેરમાં મારી જાનું બીજે પ્રેમમાં પડી જઈ
તારા સિવાય અહીં કોઈ મારુ નથી
પગલું ખોટું ભરતી ના જિંદગી જશે પતી
જીવશું હારે મરશું હારે સોગંધ ખાધી’તી
રઝળી જશે દુનિયા મારી સોગંધ ના તોડતી
હવે કેવી ઘડી આઈ છે નજારો બદલાણી છે
કેવી ઘડી આઈ છે નજારો બદલાણી છે
કોક ની વાત હાચી પડી જઈ
શેરમાં મારી જાનું બીજે પ્રેમમાં પડી જઈ