33 રાહત મળી ના ચાહત


હો મનની મારી ધારેલી મનમાં રહી ગઈ
દિલની મારી અધૂરી વાત રહી ગઈ
રાહ જોતા જોતા આવી ગઈ મોતની ઘડી
ક્યારે મળશો તમે જાન મને પાછા રે વળી
ના રાહત મળી ના ચાહત
મારા દિલને ના તારી મહોબત મળી
હો મનની મારી ધારેલી મનમાં રહી ગઈ
દિલની મારી અધૂરી વાત રહી ગઈ

હો મળી આ સજા શું જાન વાંક હતો મારો
છીનવાય ગયો મારો જીવવાનો સહારો
હો પૂછું ભગવાન દિલમાં હજારો સવાલો
એને મળાવી દે નહીતો જીવ લઈ લે મારો
દર્દ આપ્યા મારા દિલને આજ આંખો રે રડી
તમે હતા બેવફા એ ખબર આજે રે પડી
ના રાહત મળી ના ચાહત
મારા દિલને ના તારી મહોબત મળી
હો ના રાહત મળી ના ચાહત

હો મધ દરિયામાં તેતો કેવો રે ફસાયો
ખોટી હતી મંજિલ ના મળ્યો રે કિનારો
હો ઉપાડી લીધો તો મેં દુઃખ નો તારો ભારો
તોય તોડી દીધા માથે દુઃખના રે પહાડો
જેને ચાહી હાંચા દિલથી એ  મને ના મળી
બાળ્યા  દિલના અરમાનો મારી આશાઓ બળી
ના રાહત મળી ના ચાહત
મારા દિલને ના તારી મહોબત મળી
હો ના રાહત મળી ના ચાહત


Leave a Reply

Your email address will not be published.