36 રડશે આંખ તારી


તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી
હો થોડું ઘણું દર્દ તો તને પણ થાશે
રડી રડી ને તારી રાતો રે જાશે
એવી હાલત માં મત પૂછ મારુ શું થાશે
તને રડતી જોઈને મારી આત્મા ભટકશે
હો તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી

હો જીવતા પ્રેમ ને ના જાણે આ દુનીયા
મર્યા પછી પ્રેમ ને વખાણે આ દુનીયા
હો કોઈ તને પૂછસે કેમ તમે રડો છો
બોલો મારી જાન તમે શું જવાબ દેશો
હો તારી મારી ઘડી લાશ ચિતાએ ચડી
ગોમ આખું આવ્યું પણ તું ના આયી
હે દર્દ પ્રેમ નું શું એ કોઈ ઘાયલ જાણે
કોણ જાણે ક્યારે મળશું હવે કયા રે ઠેકાણે
તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી

દિલ ના ઘાવ મારા નથી રે રુઝાતા
દીધેલા જખમો તારા નથી રે રુજાતા
હો પ્રેમ તો પ્રેમ છે રડવું પડે
હાચો પ્રેમ હોય તો મરવું પડે છે
હો જુદાઇનું ઝેર તો પીવું પડશે
કર્યો છે પ્રેમ દર્દ સહેવું પડશે
હે તારી કાજલ ઘેરી આંખ જાનું રાતી ચોળ થાશે
તારો એક એક દાડો મારી યાદ માં રે જાશે
હો તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી
તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી


Leave a Reply

Your email address will not be published.