40 મજબૂર


વાતે વાતે તે તો કર્યો મજબૂર
તોયે દગો કર્યો શું હતી ભૂલ
હવે જતી રે મારી નજારોથી દૂર
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ

પ્રેમ કરી ને હૂતો પછતાણો
ક્યાંય નો ના રહ્યો હવે હું તો હલવાણો
તેતો આપ્યું મારા દિલ માં ઘણું દૂખ
હવે જતી રે મારી નજારો થી દૂર
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ

માંગ્યું તે પોણી મેં તો આપ્યું તને દૂધ રે
તોય કેમ ભૂલી તેતો વાલી દીધી પુઠ રે
ખબર ના પડી તને શેની હતી ભૂખ રે
કરવું હોય એ કર આપી તને છૂટ રે
પાછી પાની કરી દીધી હવે મેં તારાથી
તારા જોડે રેવાશે નહિ હવે રે મારાથી
હવે નઈ થવ હું કદી મજબૂર
જા જતી રે મારી નજરો થી દૂર
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ

ચુક્યો નથી કોઈ હું પ્રેમ ની ફરજ રે
તોય બદલા માં મળ્યું દિલ ને આ દર્દ રે
દગો કરવામાં તે વટાવી દીધી હદ રે
તારે ને મારે હવે પતી ગયા સબંધ રે
કવશું તને બે હાથ રે જોડી ને
મારી જોડે આવતી ના કદી તું વળી ને
હું તો એકલો પડયો રડયો રે ભરપૂર
હવે જતી રે મારી નજારો થી દૂર
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ


Leave a Reply

Your email address will not be published.