46 મેલો રિહોણા


બોલો ગોડી બોલો મેલો રિહણો
તમે બોલો મેલો રિહણો
નહિ તો મરતું મુઢુ ભાળશો રે
બોલો ગોડી બોલો મેલો રિહણો
તમે બોલો મેલો રિહણો
નહિ તો મરતું મુઢુ ભાળશો રે
મન મર્યા પછી ચો કરશો મનોમણો
તમે ચો કરશો મનોમણો
છોનું છોનું રડશો રે…
બોલો ગોડી બોલો મેલો રિહણો
તમે બોલો મેલો રિહણો
નહિ તો મરતું મુઢુ ભાળશો રે

અચાનક ચમ ગોડી આવું તું કરે છે
વગર વાંકે ચમ તું રીહણું લઇ ફરે છે
હવાર હોજ મુઢુ તારું જોવાની મને ટેવ છે
હું તારું ખોળિયું ને તું મારો જીવ છે
લાગે કોકની વાતો મ ભરમોણો
તમે વાતો મ ભરમોણો
કોકની વાદે ના ચઢો રે
બોલો ગોડી બોલો મેલો રિહણો
તમે બોલો મેલો રિહણો
મરતું મુઢુ ભાળશો રે
મારુ મરતું મુઢુ ભાળશો રે

બે હાથ જોડી મારા રોમની સોગંન ખઉં છું
તારા સિવાય ના કોઈ નું નોમ લઉ છું
મોની જા ગોડી હવે છેલ્લી વાર કવશું
નહિ તો હવે તારી હોમે મરી જવશું
એક ભવ નહિ પણ ભવો ભવ મળજો
તમે ભવો ભવ મળજો
પણ રિહણો તમે ના કરજો રે
બોલો ગોડી બોલો મેલો રિહણો
તમે બોલો મેલો રિહણો
મરતું મુઢુ ભાળશો રે
મારુ મરતું મુઢુ ભાળશો રે


Leave a Reply

Your email address will not be published.