હો હું કરતો તો પ્રેમ એટલો એ કરતી
મને ખબર છે એ મારા પર મરતી
મને ખબર છે એ મારા પર મરતી
હે આ દુનિયામાં હતી એક છોકરી રે
એને દિલથી કરતો તો મુ પ્યાર
હે એના માટે મેં તો કરી હતી નોકરી રે
એને દિલથી કરતો તો મુ પ્યાર
હો હું કરતો તો પ્રેમ એટલો એ કરતી
મને ખબર છે એ મારા પર મરતી
હે કોણ જાણે કોણે મારી દીધી કોંકરી રે
મારો વિખરાઈ જ્યો છે હાચો પ્યાર
હો બર્થડે મારો હોય તો કેક એ લાવતી
હઉ પેહલા બર્થડે વિશ મને એ કરતી
જયારે કઉ ત્યારે મળવા મૂડથી એ આવતી
બકા ચકા કહી ને મને બાથ ભરી લેતી
હો વિખરેલા વાળ મારા હેતથી ઓળાવતી
નજર ના લાગે કાળું ટપકું મને કરતી
હે મારા પ્રેમની ફેંદઈ જી સે છોયડી રે
મારો વિખૂટો પડી જ્યો પ્યાર
હે મારા પ્રેમની ફેંદઈ જી સે છોયડી રે
મારો વિખૂટો પડ્યો હાચો પ્યાર
હું એનું ખોળિયુંને એ મારો જીવ છે
એના વિના હવે જીવવું બેકાર છે
હો પેલ્લો ને છેલ્લો એ મારો પ્યાર છે
મારો એ વાર ને મારો તહેવાર છે
મન નથી મોનતુ એ આવું ના કરે
મને પૂછ્યા વગર ડગલું એ ના ભરે
હે ના થાય કોય દાડો આવી આકરી રે
મારો વિશ્વાસ વાળો પ્યાર
હે ના થાય કોય દાડો આવી આકરી રે
મારો વિશ્વાસ વાળો પ્યાર…
હે આ દુનિયામાં હતી એક છોકરી રે
એને દિલથી કરતો તો મુ પ્યાર