51 તકદીરનો તમાશો


તકદીરનો કેવો તમાશો થયો
અરે ચેન મારી જિંદગી નો લૂંટાઈ ગયો
તકદીર નો કેવો તમાશો થયો
ચેન મારી જિંદગી નો લૂંટાઈ ગયો
માન્યો હતો પ્યાર એ મારો ના થયો
હું રડતો રહ્યો મારો ગુનો રે કયો
તું છોડીને ગઈ હું ક્યાર ના રહ્યો
માન્યો હતો પ્યાર એ મારો ના થયો

મોઢું તારું જોઈને મારા દાડા રે જાતા’તા
તને રે જોઈ ને જાનુ અમે જીવતા’તા
પડછાયો થઇ ને જાનુ પાછળ ફરતા’તા
તારી ખુશીયોમાં અમે ખુશ રહેતા’તા
એ સમય જે ગયો મને યાદ રહી ગયો
તારા વિના હવે સાવ એકલો થઇ ગયો
માન્યો હતો પ્યાર એ મારો ના થયો
માન્યો હતો પ્યાર એ મારો ના થયો

તને હું દિલથી મારી જિંદગી માની બેઠયો
તારા માટે જાનુ મેં કરી’તી બહુ વેઠો
તારા વગર 1 મિનિટે નોતો રેતો
તને ના ગમ્યું તો કરી દીધ્યો છેટો
હું દુઃખી થઇ ગયો તને ફેર ના પડયો
શું તને કોઈ નવો પ્રેમી મળી રે ગયો
માન્યો હતો પ્યાર એ મારો ના થયો
માન્યો હતો પ્યાર એ મારો ના થયો


Leave a Reply

Your email address will not be published.