દિલ અમારું ઈમાં તારો ધબકારો
ખોળિયું અમારું ઈમાં જીવ છે તમારો
મળશું કે મરશું હવે રોમ જોણે મારો
હે તમે ચો છો મારી જાન
મને નથી એની જાણ
તમે ચો છો મારી જાન
મને નથી એની જાણ
તારા વિના નહિ ચાલે શ્વાસ મારો
અરે તારા વિના નહિ ચાલે શ્વાસ મારો
તમે તો હતા મારી આંખડી નો તારો
મળશું કે મરશું હવે રોમ જોણે મારો
યાદ ને કહી દો કે યાદ ના આવે
મને મરેલા ને ઝાઝો ના તડપાવે
વાટ જોઈને આંખો મારી થાકી
યાદ તારી આવે પણ તું ના આવી
શું થયું તારી હારે મને જાણ ના લગારે
એ ઘડી ઘડી આવે મને એક જ વિચારો
કોઈ એ મજબૂરીનો ફાયદો નથી ઉઠાયો તારો
ઘડી ઘડી આવે મને એક જ વિચારો
મળશું કે મરશું હવે રોમ જોણે મારો
હવે મળશું કે મરશું એતો રોમ જોણે મારો
તું ભૂલી ના શકે એવો ભરોસો છે પાકો
ધોખો ના ખાય એવો કદી મારી આંખો
હરપળ મને તારો ઇન્તજાર રહેતો
કોને કહેવાનો હું તો દિલમાં દાબી દેતો
કોઈ મળે ના મારગ મારુ મનડું ડગમગ
આંખ અમારી ને તારો પલકારો
હોઠ અમારા ને શબ્દ છે તમારો
મળશું કે જીવશું હવે રોમ જોણે મારો
જીવશું કે મરશું એતો રોમ જોણે મારો
મળશું કે મરશું એતો રોમ જોણે મારો