04 તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈ


હો તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈ
હો તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈ
હો તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ
હો તારા ચહેરાની સામે જોયા કરું
હસતા રહો એવી દુવા કરું
તારા ચહેરાની સામે જોયા કરું
હસતા રહો એવી દુવા કરું
તારો હાથ મળ્યો ને જન્નત મળી ગઈ
હો તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈ

હો ચમકે છે કેવા કિસ્મતના તારા
તારા જેવા અમને મળ્યા ચાહનારા
હો સાંભળી લે મારા દિલના ધબકારા
એક એક ધબકારે નામ છે તમારા
હો ભગવાને તમને મારા માટે બનાયા
ધરતી પર આવી મારી જિંદગી મો આયા
ભગવાને તમને મારા માટે બનાયા
ધરતી પર આવી મારી જિંદગી મો આયા
તુજથી નજર મળીને જન્નત મળી ગઈ
હો તારો પ્યાર મળ્યોને જન્નત મળી ગઈ

હો જીવનમાં બીજું કંઈ જોવે ના મારે
તું કાયમ રહેજે મારી રે હારે
હો જિંદગી જીવવી છે તારા સથવારે
એક નહિ અનેક જનમારે
હો તમે મને મળ્યા થઇ જીવનસાથી
એક પળ ના જતા દૂર મારાથી
તમે મને મળ્યા થઇ જીવનસાથી
એક પળ ના જતા દૂર મારાથી
હો મે તો મન્નત માની ને જન્નત મળી ગઈ


Leave a Reply

Your email address will not be published.