10 દરિયાને તીર એક દેવળ હોનાનું


દરિયા ને તીર એક દેવળ હોના નું
હે દરિયા ને તીર એક દેવળ હોના નું
દરિયા ને તીર એક દેવળ હોના નું
મારા શોમળિયા શેઠ નું રૂડું રે ઠેકાણું
ભાયગ થી થાય ભગવોન ને મળવાનું
મારા દ્વારકાધીશ નું રૂડું રે ઠેકાણું
મારા દેવ ની ભુમી એ રૂડું દ્વારકા નોમ
મારા ઠાકર નું ધોમ રૂડું દ્વારકા નોમ
અરે જ્યાં જોઉં ત્યાં હું તો જોઉં ઘનશ્યોમ
દરિયા ને તીર એક દેવળ હોના નું
મારા રણછોડરાય નું રૂડું રે રજવાડું
મારા ડાકોર ના ઠાકોર નું રૂડું રજવાડું

જોવા જેવો નઝારો ગોમતી ના ઘાટે
હોના ની નગરી બનાવી મારા નાથે
જે કોઈ આવે હરિ દર્શન ને કાજે
ખોટ ના પડે એને કદી કોઈ વાતે
આતો નગરી હોના ની રૂડું દ્વારકા નોમ
અરે જ્યાં જોઉં ત્યાં હું તો જોઉં ઘનશ્યોમ
હે દરિયા ને વચ્ચે એક દેવળ હોના નું
મારા ઠાકર ધણી નું રૂડું રે ઠેકાણું
ગાયો ના ગોવાળિયા નું રૂડું રે રજવાડું

હે સૂર દ્વારે થી મોક્ષ દ્વારે આયો
ફરી દર્શન નો લ્હાવો લઇ આયો
જગ નો નાથ જગત મંદિર બિરાજે
શંખ ચક્ર ગદા પદ્મ ચાર ભૂંજાયે
સૌથી સોહામણી મારી દ્વારકા નગરી
બૈઠો છે જ્યાં મારા ગિરધર લાલ જી
અરે જ્યાં જોઉં ત્યાં હું તો જોઉં ઘનશ્યોમ
દરિયા ને તીર એક દેવળ હોના નું
મારા શોમળિયા શેઠ નું રૂડું રે ઠેકાણું
મારા મોહન મુરલીવાળા નું રૂડું રે ઠેકાણું


Leave a Reply

Your email address will not be published.