હો મોજ મોજ મસ્તીને વાટ જોવે વસ્તી વાલા
એ મોજ મોજ મસ્તીને વાટ જોવે વસ્તી વાલા
હું બઉ ભગ્યશાળી મને મળી તારી યારી વાલા
હે તારી મારી ભાઈબંધીને નજર ન લાગે
તમે મારા યાર કદી ઠોકર ન વાગે
સદા મોજ મોજ મસ્તીને વાટ જોવે વસ્તી વાલા
એ હું બઉ ભગ્યશાળી મને મળી તારી યારી વાલા
હો જોતી રહેશે દુનિયા તારી મારી યારી
તું હોય ભેળો પછી શું દુનિયાદારી
હો જોતી રહેશે દુનિયા તારી મારી યારી
તું હોય ભેળો પછી શું દુનિયાદારી
હો ટોળા હાવજોના ના પડે જુદા
ભાઈ જેવા ભાઈબંધો ના પડે વિખુટા
સદા મોજ મોજ મસ્તીને વાટ જોવે વસ્તી વાલા
હો હું બઉ ભગ્યશાળી મને મળી તારી યારી વાલા
હો મારા રે મનની વાત જોણી લેતો
કીધા વગર મારૂં કોમ કરી દેતો
ઓ હો મારા રે મનની વાત જોણી લેતો
કીધા વગર મારૂં કોમ કરી દેતો
હો યારોનો યાર એતો દિલનો દિલદાર
હું નસીબદાર તું મને મળ્યો યાર
એ સદા મોજ મોજ મસ્તીને વાટ જોવે વસ્તી વાલા
હો હું બઉ ભગ્યશાળી મને મળી તારી યારી વાલા
હો ખોટી વાતોથી ફેર ના પડે
હાકલ પડે ને મારા ભાઈઓ દોડે
હો …ખોટી વાતોથી ફેર ના પડે
હાકલ પડે ને મારા ભાઈઓ દોડે
એ હજારનું ટોળું હોઈ ભલે વેરી
મારો જીગર જાન આવે એતો દોડી
એ સદા મોજ મોજ મસ્તીને વાટ જોવે વસ્તી વાલા
એ હું બઉ ભગ્યશાળી મને મળી તારી યારી વાલા
હો કળિયુગના રંગ ભલે આજ બદલાશે
બલદેવ ચરકટા ના બોલીને બદલાશે
હો કળિયુગના રંગ ભલે આજ બદલાશે
બલદેવ ચરકટા ના બોલીને બદલાશે
હે દુનિયાના રંગ ભલે આજ બદલાશે
તારી મારી ભાઈબંધી ના બદલાશે
એ સદા મોજ મોજ મસ્તીને વાટ જોવે વસ્તી વાલા
હું બઉ ભગ્યશાળી મને તારી મળી યારી વાલા