18 તારી કંકોતરી મળી


હે માથે આભ રે તૂટ્યું ને હે
માથે આભ રે તૂટ્યું ને મારી આંખો રે રડી
માથે આભ રે તૂટ્યું ને મારી આંખો રે રડી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને કયા રે ગુનાની એવી સજા રે મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
તું થઇ પારકી મને ગઈ મારતી
તારા હાથે મહેંદી મારી આંખો રડતી
જિંદગી રહી છે બસ હવે નામની
મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી…

હો તારૂ ઘરને ગલીયો કહે હવે નઈ રે આવે,
તું નઈ રે આવે
આવને વાલી મુજને તારી યાદો આવે,
યાદો આવે
હો તારા વિના કેમ કરીને જીવવાનું મારે,
જીવવાનું મારે
કેમ ચોરીના ચાર ફેરા ફરી બીજા હારે,
ફરી બીજા હારે
કેમ આ ભુલ થઇ વાટ જોવા ના રઈ
આંખો થી દૂર થઇ પણ દિલમાં રઈ
જિંદગી રહી છે બસ હવે નામ ની
મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી…

હો પ્રેમ મારો બેવફાઈ કરી ના શકે,
કદી કરી ના શકે
દુર એ થઇ એની કોઈ મજબુરી હશે,
મજબુરી હશે
હો હો યાદો મારી તને પણ વાલી આવતી હશે ,
આવતી હશે
પહેલા પ્રેમનું નામ મારૂ યાદ રાખતી હશે,
વાલી રાખતી હશે
ખુશીયો તને મળે તને દુઃખ ના પડે
મને ફોન કરજે મારૂ કોમ રે પડે
જિંદગી રહી છે બસ હવે નામ ની
મને તું ના મળી તારી કંકોત્રી મળી…


Leave a Reply

Your email address will not be published.