હો કિસ્મતમો લખાણી જુદાઈ
જુની યાદો આજ નજર સામે આઈ
એ હસ્તો તારો ચહેરો, મને યાદ આવે છે
હો નેનપણમાં નેહાળના મેળા
અને ભણતા હતા આપણે ભેળા
એ માસુમ તારો ચહેરો, મને યાદ આવે છે
હું ભુલવાની કોસીસ કરૂં તોય ના ભુલાય
યાદો તારી બાજુ મને ખેંચી રે લઈ જાય
ભુલવાની કોસીસ કરૂં તોય ના ભુલાય
યાદો તારી બાજુ મને ખેંચી રે લઈ જાય
એ હસ્તો તારો ચહેરો, મને યાદ આવે છે
હો કિસ્મતમો લખાણી જુદાઈ
જુની યાદો આજ નજર સામે આઈ
એ હસ્તો તારો ચહેરો, મને યાદ આવે છે
મોબાઈલની સ્ક્રીન ઉપર ફોટો મારો રાખતી
મને જોઈને તું બહુ ખુશ થઈ જાતી
હો એક ચોકલેટના બે ટુકડા રે કરતી
પેલા મને ખવડાવી પછી તું ખાતી
હો યાદ છે એ મને છેલ્લી મુલાકાત
એના પછી ના થઇ કોઈ પણ વાત
યાદ છે એ મને છેલ્લી મુલાકાત
એના પછી ના થઇ કોઈ પણ વાત
તારી મીઠી મીઠી વાતો, મને યાદ આવે છે
હો કિસ્મતમો લખાણી જુદાઈ
જુની યાદો આજ નજર સામે આઈ
એ હસ્તો તારો ચહેરો મને યાદ આવે છે
એ હસ્તો તારો ચહેરો મને યાદ આવે છે
અણધાર્યા લગન લેવાય ગયા તારા
ગયા તે ગયા ફરી ના મળનારા
હો મળવાની આશા છોડી એકલા જીવનારા
લેખ પુરા થાય જ્યાં તારાને મારા
હે તારો પ્રેમ હતો બકા જિંદગી મારી
મને ખોટ પડી ગઈ કાયમ માટે તારી
તારો પ્રેમ હતો બકા જિંદગી મારી
મને ખોટ પડી ગઈ કાયમ માટે તારી
તારી છેલ્લી આ નજર, મને યાદ આવે છે
હો કિસ્મતમો લખાણી જુદાઈ
જુની યાદો આજ નજર સામે આઈ
એ હસ્તો તારો ચહેરો, મને યાદ આવે છે
મને યાદ આવે છે મને યાદ આવે છે
એ હસ્તો તારો ચહેરો, મને યાદ આવે છે