એવા ગોકુળ મથુરા બે ગામડા રે
એવા ગોકુળ મથુરા બે ગામડા રે
હે હે એવી જમના જાય ભરપૂર વચમાં
જમના જાય ભરપૂર ઓ લાલજી
ગોકુળ માં
ગોકુળ માં વેલા પધારજો રે
આયા અક્રૂરજી હરિ ને તેરવા રે
આયા અક્રૂરજી હરિ ને તેરવા રે
એતો હરિ હર દન ના વીર હો લાલજી
હરિ હર દન ના વીર હો લાલજી
ગોકુળ માં
ગોકુળ માં વેલા પધારજો રે
એવા ગોકુળ મથુરા બે ગામડા રે
મથુરા નગરી ના મલક તમને મારશે
નોનેરૂ બાળ તમે તને એ હરાવશે
મથુરા નગરી ના મલક તમને મારશે
નોનેરૂ બાળ તમે તને એ હરાવશે
ત્યાંતો કપરું કન્સ નું રાજ હો લાલજી
કપરું કન્સ નું રાજ હો લાલજી
ગોકુળ માં
ગોકુળ માં વેલા પધારજો રે
મથુરા ની શેરી હરિ હોકળી રે
એવા ગોકુળ મથુરા બે ગોમડો રે
આખા રે વર્જ માં વાતો એવી થાય છે
વાલીડો મારો આજ મથુરા માં જાય છે
આખા રે વર્જ માં વાતો એવી થાય છે
વાલીડો મારો આજ મથુરા માં જાય છે
તમને નઈ જવાદવ આજ લાલજી
નઈ જવાદવ આજ લાલજી
ગોકુળ માં
ગોકુળ માં વેલા પધારજો રે
હે મારી ગોપી ઓ ખોળા છું પાથરે રે
એવા ગોકુળ મથુરા બે ગામડા રે
મામા રે કંસ ને હરિએ હરાવ્યા
ઉઘરસ ની લાજ વાલા તમે રે અપાવિયા
મામા રે કંસ ને હરિએ હરાવ્યા
ઉઘરસ ની લાજ વાલા તમે રે અપાવિયા
તમે મારા ભવ ભવ ના ભરથાર હો લાલજી
ભવ ભવ ના ભરથાર હો લાલજી
ગોકુળ માં
ગોકુળ માં વેલેરા પધારજો રે
હરિ ચરણે ગોપીકા બોલિયાં રે
એવા ગોકુળ મથુરા બે ગામડા રે