હે મારા વાલા હો નંદલાલા
હો નંદલાલા
હો મથુરાની જેલમાં શામળિયો શ્યામ
મથુરાની જેલમાં શામળિયો શ્યામ
લઈ વાસુદેવ છાબડીમાં હાલ્યા ગોકુલગામ
હો દરિયામાં દરિયો હિલોળે ચડે
માથે શેષ નાગ છાયો કરે
દરિયામાં દરિયો હિલોળે ચડે
માથે શેષ નાગ છાયો કરે
હો કૃષ્ણ અવતારમાં આયા હરિ ઘેર
જશોદાના આંગણે બની આજ મેર
હો મથુરાની જેલમાં શામળિયો શ્યામ
હો યમુના નદી વાલા જોતી રહીતી વાટ
પગે પુર અડતા વાલો ઉતરી ગયા ઘાટ
હો નંદ ઘેર આંનદનો ઉત્સવ વરતાય
જશોદાના ખોળામાં વાલો હરખાઈ
હો ગોકુલ ગામમાં પગલાં પડ્યા
માતા જશોદાના હૈયા હરખયા
ગોકુલ ગામમાં પગલાં પડ્યા
માતા જશોદાના હૈયા હરખયા
હો કૃષ્ણ અવતારમાં આયા હરિ ઘેર
જશોદાના આંગણે બની આજ મેર
હો મથુરાની જેલમાં શામળિયો શ્યામ
માખણ ખાઈ કાન જશોદામા લડે
મોઢું ખોલેને વાલો બહ્માંડ દેખાડે
માતા જશોદામા ધન્ય ધન્ય થાય રે
હરખના આંશુની આંખ છલકાઈ
હો જન્મ્યા તમે જેલમાં આયા રે મેલમાં
રાજા રણછોડ તમે ગવરાણા જગમાં
જન્મ્યા તમે જેલમાં આયા રે મેલમાં
રાજા રણછોડ તમે ગવરાણા જગમાં
હો કૃષ્ણ અવતારમાં આયા હરિ ઘેર
જશોદાના આંગણે બની આજ મેર
હો મથુરાની જેલમાં શામળિયો શ્યામ