મોગલ આવે, હે નવરાત રમવા
કેવા કેવા વેશે માં..
માતું કેવા કેવા વેશે..
મોગલઆવે, હે નવરાત રમવા
કેવા કેવા વેશે માં
માતું કેવા કેવા વેશે
તું સૌને દેખે માતાજી,
તુજને કોઈ ન ભાળે માં
મોગલઆવે…
ઝણણણ ઝણણણ ઝાંઝર ઝમકે,
ખણણણ ખણણણ ખાંબી માં
ખણણણ ખણણણ ખાંબી માં
તારે હાથે હેમનાં કડાં ઝળુંબે,
માડી લટું મોકળી લાંબી માં
તારી લટું મોકળી લાંબી
નવલાખુ ભેળી માતાજી,
તાલી લેશે ને કાઈ દેશે
મોગલઆવે…
તારે ડગલે ડગલે કંકુ ઝરતા,
આખો મારગ રાતો રાતો માં,
મારગ રાતો રાતો માં,
અને ચાંદનીનો ચંદરવો માથે
લીલી કોર ની રાતો માં,
લીલી કોર ની રાતો માં ,
“દાદ” કહે મછરાળી મોગલ
સદાય ભેળે રહેશે..
માં મોગલ આવે
મોગલ આવે…