પ્રથમ ગણેશ બેસાડો રે,
મારા ગણેશ દુંદાળા.
ગણેશ દુંદાળા ને લાંબી સુંઢાળા,
ગણેશની સ્થાપના કરાવો રે,
મારા ગણેશ દુંદાળા..
તેત્રીસ કરોડ દેવતા સીમડીયે આવ્યા,
હરખાં ગોવાળિયાનાં મન રે,
મારા ગણેશ દુંદાળા.
તેત્રીસ કરોડ દેવતા વાડીએ પધાર્યા,
હરખાં પાડોશીનાં મન રે,
મારા ગણેશ, દુંદાળા.
તેત્રીસ કરોડ દેવતા તોરણે પધાર્યા
હરખાં માળીડાનાં મન રે,
મારા ગણેશ દુંદાળા.
તેત્રીસ કરોડ દેવતા શેરીએ પધાર્યા,
હરખાં સાનિયાનાં મન રે,
મારા ગણેશ દુંદાળા.
તેત્રીસ કરોડ દેવતા માંડવડે પધાર્યા,
હરખ્યાં માતાજીનાં મન રે,
મારા ગણેશ દુંદાળા.
તેત્રીસ કરોડ દેવતાં માંહા રે પધાર્યા,
હરખ્યાં વર-કન્યાનાં મન રે,
મારા ગણેશ દુંદાળા.