વાગે રે વાગે નોબત વાગે,
મારે ઘેર આનંદ વધાવો વિનાયક
વાગે રે વાગે આજ નોબત વાગે,
મારે ઘેર આનંદ વધાવો વિનાયક
વાગે રે વાગે…
આજ લાડકડીનાં લગનિયાં લેવાયાં,
આજ…બેનીના લગનિયાં લેવાયાં
લાડકડી…બેનને પરણાવો હો વિનાયક
વાગે રે વાગે…
આજ વિનાયક કોના ઘરે નોતર્યા,
આજ વિનાયક…ઘેર નોતર્યા
રૂમઝુમ પગલે રે પધારો હો વિનાયક
વાગે રે વાગે…
આજ વિનાયક કોના ઘરે નોતર્યા,
આજ વિનાયક…કાકા ઘેર નોતર્યા,
લાડકડી ભત્રીજીને પરણાવો હો વિનાયક
વાગે રે વાગે…
આજ વિનાયક કોના ઘરે નોતર્યા,
આજ વિનાયક…ફઈબા ઘેર નોતર્યા
રૂમઝુમ પગલે રે પધારો હો વિનાયક
વાગે રે વાગે…