લાડો લાડી જમે રે કંસાર,
કંસાર કેવો ગળ્યો લાગે રે,
નાખે મહીં ઘી કેરી ધાર,
કંસાર કેવો ગળ્યો લાગે રે,
લાડો લાડી જોડે એક ગાંઠ,
અગ્નિની સાખે આજથી રે,
લાડો લાડી જમે રે…
રહેશું રાખી એક તમારો હાથ,
માયાને મરજાદથી રે,
સુખે દુ:ખે રહેશું રંગ રોજ,
એક જ અંગે નેહથી રે,
નવલો દે છે સામ સામો હાથ,
જોડીને ગાંઠ દેહથી રે,
લાડો લાડી જમે રે..
સાસુજી શુભ સજીને શણગાર,
પીરસવાને આવ્યાં રે,
ઝીણી વાટ સાકર તૈયાર
થાળી ભરીને લાવ્યાં રે…
લાડો લાડી જમે રે..