છેડો છોડો રે જમાઈરાજ,
જે માગો તે દેશું,
દીકરી અમે તમોને દીધી,
જે માગો તે દેશું,
છેડો છોડો.
તમે હવે અમારા થયા,
નથી રહા પરાયા,
જીદ છોડો, માની જાઓ,
જશોદાના જાયા…
છેડો છોડો…
તમને કરશું નહિ નારાજ,
જે માગો તે દેશું,
દીકરી અમે તમોને દીધી,
જે માગો તે દેશું..
છેડો છોડો…