21 મોર તારી સોનાની ચાંચ


મોર તારી સોનાની ચાંચ,
મોર તારી રૂપાની પાંખ
સોનાની ચાંચ રે મોરલો,
મોતી ચરવા જાય
મોર તારી…

મોર જાજે ઊગમણે દેશ,
મોર જાજે આથમણે દેશ,
વળતો જાજે રે વેવાઈયુને,
માંડવડે હો રાજ
મોર તારી…

નવલા વેવાઈ સૂતા છો કે જાગો
લાડકડા વરરાજે સીમાડા ઘેર્યો માણારાજ
સીમાડીએ કાંઈ અત્તર છંટાવ
અત્તરનો હોંશીલો વીરો મારો આવ્યો માણારાજ
મોર તારી…

વેવાઈ મારા સૂતા છો કે જાગો
લાડકડા વરરાજે ઝાંપલિયા ઘેર્યો માણારાજ
ઝાંપલિયે કાંઈ ફૂલડાં વેરાવો
ફૂલડાંનો હોંશીલો વીરો મારો આવ્યો માણારાજ
મોર તારી…

વેવાઈ મારા સૂતા છો કે જાગો
………વરરાજે માંડવા ઘેર્યા માણારાજ
માંડવડે કાંઈ લાડકડી પધરાવો
લાડકડી લેવા વીરો મારો આવ્યો માણારાજ
મોર તારી…


Leave a Reply

Your email address will not be published.