ઊંચા ઊંચા રે દાદા ગઢ રે ચણાવો
ગઢથી ઊંચેરા ગઢના કાંગરા…
ગઢડે ચઢીને મારો બેનીબાએ જોયું,
ખાવતા દીઠા રે વર રાજવી…
વરના જાનૈયાને ઓરડે ઉતારા,
મેડીના મહોલે વર રાજવી…
વરના જાનૈયાને દાદા પાણીએ નવડાવો,
દૂધ નવડાવો વર રાજવી…
વરના જાનૈયાને દાદા પકવાન જમાડો,
છૂટા કંસારે વર રાજવી…