મારી નખના પરવાળા જેવી ચૂંદડી
મારી ચૂંદલડીનો રંગ રાતો હો લાડલી
ઓઢોને રંગબેરંગી ચૂંદડી…
મારા દાદાજી દેખેને માતાજી પૂછે,
કેમ કરી ઓઢું રે નવરંગ ચૂંદડી
મારી નખના…
તમારા દાદાનાં તેડ્યાં અમે
અમે આવિયાં રે,
તમારી માતાના ગુણલા ગાશું હો લાડલી,
ઓઢો રે રંગબેરંગી ચૂંદડી…
તમારા કાકાનાં તેડ્યાં અમે આવિયાં રે,
તમારી કાકીનાં મનડાં મોહમાં હો લાડલી,
ઓઢો રે રંગબેરંગી ચૂંદડી…
તમારા મામાનાં તેડ્યાં અમે આવિયાં રે,
તમારી મામીનાં મનડાં મોહશે હો લાડલી,
ઓઢો રે રંગબેરંગી ચૂંદડી…
તમારા વીરાનાં તેડ્યાં અમે આવિયાં રે,
તમારી ભાભીના ગુણલા ગાશું હો લાડલી,
ઓઢો રે રંગબેરંગી ચૂંદડી.