લગનનો માંડવો શણગાયો ચારે ઓર રે
મંગળ ગીતોનો ગૂંજે છે શોર રે
લગનનો માંડવો
ઉગ્યો સોનાનો સૂરજ આંગણીએ,
ગૂંજે શરણાઈના સૂર માંડવડે,
હરખે હૈયાંને મલકે છે આંખલડી
લગનનો
સાજન માજન માંડવે શોભી રહયું,
જાનડીયુંના કંઠે ગીત ગૂંજી રહયું,
આજે બંધાશે પ્રિતીનો દોર રે
લગનનો