દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ
ઈ રે સાંઢણીએ હીરા મંગાવો માણારાજ
હીરા મંગાવો માણારાજ
ઈ રે હીરાની બેનને ચૂંક ઘડાવો માણારાજ
બેનને ચૂંક ઘડાવો માણારાજ
ઈ રે સાંઢણીએ સોના મંગાવો માણારાજ
સોના મંગાવો માણારાજ
ઈ રે સોનાના બેનને હારલા ઘડાવો માણારાજ
હારલા ઘડાવો માણારાજ
ઈ રે સાંઢણીએ રૂપા મંગાવો માણારાજ
રૂપા મંગાવો માણારાજ
ઈ રે રૂપાની બેનને ઝાંઝરી ઘડાવો માણારાજ
ઝાંઝરી ઘડાવો માણારાજ