35 તને સાચવે સીતા સતી


તને સાચવે સીતા સતી,
અખંડ સૌભાગ્યવતી.

બેનીના દાદા આવ્યાને માતા આવશે
બેનીના મોટાબાનો હરખ ન માય.
અખંડ સૌભાગ્યવતી…

બેનીના કાકા આવ્યાને કાકી આવશે
બેનીના ફઈબાને હરખ ન માય.
અખંડ સૌભાગ્યવતી…

બેન્રીના મામા આવ્યાને મામી આવશે
બેનીના માસીબાનો હખર ન માય.
અખંડ સૌભાગ્યવતી…

બેનીના વીરા આવ્યાને ભાભી આવશે
બેનીના બેનીબાનો હરખ ન માય.
અખંડ સૌભાગ્યવતી…


Leave a Reply

Your email address will not be published.