37 વરઘોડો વાલમ તારો વરઘોડો


વરઘોડો વરઘોડો વાલમ તારો વરઘોડો,
વચમાં મોટો તોડો, વાલમ તારો વરઘોડો,
વરઘોડો……

રંગીલો સોની ઘડવાને આવ્યો (૨)
લાડકડીનો તોળો, વાલમ તારો વરઘોડો,
વરઘોડો……

મનજી માળી ગુથવાને આવ્યો, (૨)
લાડકડીનો ગજરો, વાલમ તારો વરઘોડો,
વરઘોડો……

જીવુલો દરજી શીવવાને આવ્યો, (૨)
વરરાજાનો વાઘો, વાલમ તારો વરઘોડો,
વરઘોડો……


Leave a Reply

Your email address will not be published.