38 આવી આવી મોટા ઘરની જાન


આવી આવી મોટા ઘરની જાન,
વર આવ્યો કેસરીયો
મસ્તીમાં છે સૌ ગુલતાન,
કે વર આવ્યો કેસરીયો,
આવી આવી મોટા

વરનું મુખ ચંદરવા જેવું રૂપાળ
માંડવામાં આવ્યાને થયું અજવાળ
સૌ જાનડીયુ ગાય મંગળ ગાન,
કે વર આવ્યો કેસરીયો,
આવી આવી મોટા

વરની સંગે અણવર મુખડુ મલકાવતો,
વરની આજ્ઞાને એ માથે ચડાવતો,
સૌને ખવડાવે સંબોડી-પાન,
કે વર આવ્યો કેસરીયો,
આવી આવી મોટા

વરના કાકા-કાકી ભત્રીજા પરણાવે,
વરના મામા-મામી ભાઇજ પરણાવે,
સૌને વરની મા દેતી બહુમાન,
કે વર આવ્યો કેસરીયો,
આવી આવી મોટા

નવલા વેવાળ આજ મસ્તીમાં રાચતા,
જાનડીયુ સંબંએ થનગનાટ નાચતા,
રાખે ઉથી કુટુંબની શાન,
કે વર આવ્યો કેસરીયો,
આવી આવી મોટા


Leave a Reply

Your email address will not be published.