41 હોંશથી વધાવીએ અમે મોંઘેરા


હોંશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન,
આપના પગલા પડયાને(૨)
અવસરની વધી ગઈ શાન(૨)
હોંશથી…….. સ્વાગતમ

પુષ્પોના પમરાટથી મહેકે મંડપ આ ચોમેર
અંતરથી છંટાવીયા અતરના જળ ઠેર ઠેર
હો….સગા સંબંધી સાથે મળીને
ગાયે મધુરા ગાન
હોંશથી…….. સ્વાગતમ

ઉંચા કુટુંબની કુંવરીને, મોટા કુટુંબના વરરાજા
……કુટુંબના વરરાજા ને….કુટુંબની કુંવરી…
હો…સાસરીયામાં સ્નેહથી વધાવી(૨)
દેશે સહુને માન
હોંશથી……. સ્વાગતમ


Leave a Reply

Your email address will not be published.