43 આવ્યા રે ભલે મોંઘેરા મહેમાન


આજ આવ્યા રે આવ્યા રે ભલે મોંઘેરા મહેમાન,
મોંઘા મહેમાન રૂડા કરીએ સન્માન, (૨)
આજ આવ્યા રે……

આજ અવસર અનેરો, અમ આંગણે રે લોલ,
લીલા તોરણ બંધાવ્યા અમે બારણે રે લોલ,
પડીયા પગલા તમારાને વઘી ગઇ શાન, (૨)
આજ આવ્યા રે……

ભલે સાજન માજન સૌ આવ્યા રે લોલ,
કંકુ ચોખલીયે આપને વધાવીયા રે લોલ,
આજ માંડવડે દિપી ઉઠી લાખેણી જાન, (૨)
આજ આવ્યા રે……

ૐચ આસનીયે દેશ અમે બેસાળા રે લોલ,
શુ સુગંધી ફુલ વાયુ વિંઝણા રે લોલ,
નાજ રૂકમણીને લેવા આવ્યો કોડીલો કાન, (૨)
આજ આવ્યા રે……


Leave a Reply

Your email address will not be published.