45 મારા નખના પરવાળા જેવી ચુંદડી


મારા નખના પરવાળા જેવી ચુંદડી,
મારી ચુંદડીનો રંગ રાતો હો લાડલી,
ઓઢોને સાહયબ જાદી ચૂંદડી….

રંગ રે કસુંબલ મેંતો કેસૂડાનો લીધો,
લીલો તે રંગ વનની વનરાયુએ દીધો,
ઓ..હો.. પીળો તે રંગ જોને ઉગતી પૂનમન
તારલીયે ટાંકી નવરંગ ચૂંદડી…

ગામને સિમાડે કરશું સામૈયાં તમારા
અંતરને ઓરડે દેશું રે ઉતારા
ઓ..હો..જે દી વાજા વગડાવો માંડવડે આવ
તે દી ઓઢું હું સાહયબા ચૂંદડી…

જો જો ના ખેલ કોઈ વસમો ન ખેલતાં,
મારી ચુંદડીને પાછી નવ ઠેલતાં,
ઓ..હો..તારા રૂદિયાની રાની બોલે બંધાણી
નહિ રે ઓઢું હું કોઈની ચુંદડી…

ઈ રે ચુંદલડીમાં વરણાંગી પ્રિત છે હો..
વરણાંગી પ્રિત એમા વાલમ કેરી પ્રિત છે
પ્રિતલડી હોય હોય પ્રિતલડી, પ્રિતલડી મારી
સમજુ સમજના સમજાય, કે મારા…


Leave a Reply

Your email address will not be published.