દાદા ગાલીચા પથરાવો આપણ દીવાનખાનામાં,
જોષી તેડાવો આપણ દીવાનખાનામાં,
જોષી લેખ વંચાવો આપણા દીવાનખાનામાં,
દાદા ગાલીચા…..
ગાલીચા પથરાવોને કાકાને તેડાવો, (૨)
કાકા લગનીયા લખાવો આપણા દીવાનખાનામાં,
દાદા ગાલીચા…..
ગાલીચા પથરાવોને મામાને તેડાવો, (૨)
મામા મોસાળા લઇ આવો આપણા દીવાનખાનામાં
દાદા ગાલીચા….
ગાલીચા પથરાવોને વિરાને તેડાવો, (૨)
વિરા હોંશે હોંશે આવો આપણા દીવાનખાનામાં,
દાદા ગાલીચા.