કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો,
કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો
આજ શુભ દિન આવ્યો રે મારે આંગણીયે,
કોઈ લાલ….
કંકુ છાંટીને આજ લખી રે કંકોતરી,
અક્ષત ફૂલડેથી ફૈબાએ વધાવી,
મેંતો લગન લીધા છે મારી લાડલીના,
કોઈ લાલ….
સાવ રે સોનાની મેંતો નથડી ઘડાવી,
નવ નવ રતનથી એને રે મઢાવી,
પહેરી લાડલી બેની જાશે એને સાસરીયે,
કોઈ લાલ….
મોર પોપટની ચિતરેલ ચૂંદડી
એના ઘૂંઘટમાં શોભે છે દિકરી(કુંવરી)
એના વીરાએ કરી છે ભાલે કંકુ ટિલડી,
કોઈ લાલ….