ઉંચી મેડીને નીચા ઓરડા,
મારે આંગણે સોનાનો સૂરજ ઉગીયો,
કોઈ બહેનાને શણગારો અને સોનેથી મઢાવો,
મારે ટોડલે પોપટીયો ટહૂકીયો,
ભાલે કુમકુમ ટીલડી એના અંગેઅંગ સજાવો,
રૂપ ખીલ્યું જાણે ચાંદની આજે મંગળ ગીતો ગાવો,
હાથે મહેંદી મૂકાવો પગની પાની રંગાવો,
મારે આંગણે….
પિયરનુંપારેવડું આજે સાસરે ઉડી જાશે
સહિયરની માયા છોડીને સાસરે વિદાશે,
કંકુ ચોખાથી વધાવો આજ સાકયનું વેચાવો,
મારે આંગણે….