મને રૂપાની ઝાંઝરી ઘડાવ,
હો વાલમ વરણાગી
એને મીનાકારીથી મઢાવ,
હો વાલમ વરણાગી.
આભલા ભરેલી મને
ઓઢણી અપાવી દે,
ઘાઘરાની કોરમાં
મોરલો ચિતરાવી દે,
મારા કમખામાં ભાત્યું પડાવ
હો વાલમ….
ઝીણીઝીણી પાંદડીની
નથડી ઘડાવી દે,
ગૂંથેલા કેશમાં દામડી
સજાવી દે,
મારા ડોકની હાંસડી બનાવ,
હો વાલમ…
રૂપા ઈંઢોણી ત્રાંબા
ગરબો કોરાવી દે,
ગરબામાં મમતાથી
દિવડા પ્રગટાવી દે,
ઢોલ ત્રાંસા શરણાઈ મગાવ
હો વાલમ..
મને રૂપાની ઝાંઝરી ઘડાવ,
હો વાલમ વરણાગી
એને મીનાકારીથી મઢાવ,
હો વાલમ વરણાગી.