સખી સહિયરનો માંડવો રે,
માંડવો હેલે ચડયો.
એના મહિયરનો….સખી સહિયરનો
…..બેનનો માંડવો રે
માંડવો હેલે ચડયો.
હે એના ચંદરવે ચિતર્યા છે મોર
માંડવો હેલે ચડયો.
હે એના ઝૂમ્મરને રૂપલાની કોર
માંડવો હેલે ચડયો.
હે એના તોરણીયે આંબાના પાન
માંડવો હેલે ચડયો.
આજે આવી છે સાહયબાની જાન
માંડવો હેલે ચડયો.
હે એના માંડવડે વાગે છે ઢોલ
માંડવો હેલે ચડયો.
સખી ઝીલે છે સંગીતના બોલ
માંડવો હેલે ચડયો.