56 અમારા રે અવગુણ રે ગુરુજીના


અમારા રે અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા રે
ગુરુજી અમારા અવગુણ સામું મત જોય
અમારામાં અવગુણ રે….

ગુરુજી મારો દીવો રે‚ ગુરુજી મારો દેવતા રે
ગુરુજી ! મારા પારસમણીને રે તોલ
અમારામાં અવગુણ રે….

ગુરુજી મારા ગંગા રે‚ ગુરુજી મારા ગોમતી રે
ગુરુજી અમારા કાશી અને છે કેદાર
અમારામાં અવગુણ રે….

ગુરુ મારા ત્રાપા રે‚ ગુરુજી મારા તુંબડાં રે
ઈ તુંબડીએ અમે ઊતરિયે ભવપાર
અમારામાં અવગુણ રે….

જાળીડાં મેલાવો રે ગુરુ ગમ જ્ઞાનનાં રે
ઈ જાળીડાં જરણાં માંહેલો છે જાપ
અમારામાં અવગુણ રે…

ભીમ ગુરુ શરણે રે દાસી જીવણ બોલીયા રે
દેજે અમને સંતચરણમાં વાસ
અમારામાં અવગુણ રે….


Leave a Reply

Your email address will not be published.