હે જીવને શ્વાસ તણી સગાઈ‚
ઘરમાં ઘડી ન રાખે ભાઈ.
બાપ કહે છે બેટો અમારો‚
માતા મંગળ ગાય ;
બેની કહે છે બાંધવ અમારો‚
ભીડ પડે ત્યારે ભાઈ…
જીવને…
લીપ્યું ને ગૂંપ્યું આંગણું‚
ને કાઢયા વેળા થઈ‚
અડશો મા તમે અભડાશો
એમ લોક કરે ચતુરાઈ…
જીવને…
ઘરની નારી ઘડી ના વિસરતી
અંતે અળગી રઈ‚
ભોજો ભગત કહે કંથ વળાવી
તરત બીજાને ગઈ…
જીવને…