66 ભૂલ્યા ભટકો છો બારે મારા હંસલા


ભૂલ્યા ભટકો છો બારે મારા હંસલા‚
કેમ ઉતરશે પારે રે જી…

જડી હળદરને હાટ જ માંડયું‚
વધ પડયો વેમારે
સાવકાર થઈને ચડી ગિયો તું‚
માયાના એકારે…
મારા હંસલા…

ભેખ લઈને ભંગવા પેર્યા‚
ભાર ઉપાડયો ભારે‚
ઈમાન વિનાનો ઉપાડો જાશે‚
લખ ચોરાશી લારે…
મારા હંસલા…

લોભાઈ રિયોને નજર ન રાખી‚
શીદ ચડયો તો શિકારે
માર્યા ન મંગલો‚ માંસ ન ભરખ્યો‚
હું મોહથી સંસારે
મારા હંસલા…

એકાર મન કર આત્મા‚
તું જોઈશે મનને વિચારે‚
દાસી જીવણ સત ભીમને ચરણે‚
પરગટ કહું છું પોકારે
મારા હંસલા…


Leave a Reply

Your email address will not be published.