80 કઠણ ચોટ છે કાળની રે


કઠણ ચોટ છે કાળની રે,
મરણ મોટેરો માર;
કંઇક રાજા ને કંઇક રાજિયા,
હાં રે મેલી ચાલ્યા સઁસાર.
હેતે હરિરસ પીજીએ….

સંસાર ધુમાડાના બાચકા રે,
સાથે આવે ન કોઇ;
રંગ પતંગ નો ઉડી જશે,
હાં રે જેમ આકડાનુ નૂર
હેતે હરિરસ પીજીએ….

કેના છોરુ ને કેના વાછરું
કેના માય ને બાપ?
અઁતકાળે જાવુ એકલુ ,
હાઁ રે સાથે પુણ્ય ને પાપ્.
હેતે હરિરસ પીજીએ….

માળી વિણે રુડાં ફુલડાં રે
કળીઓ કરે છે વિચાર;
આજનો દિવસ રળિયામણો હાં રે
કાલ આપણ શિરઘાત.
હેતે હરિરસ પીજીએ….

થયા તે ત સર્વે જશે રે,
નથી કાયા રહેનાર;
મરનારને તમે શું રે રુઓ?
હાં રે રોનાર નથી રહેનાર.
હેતે હરિરસ પીજીએ….

દાસ ‘ધીરો’ રમે રંગમાં રે
રમે દિવસ ને રાત;
હું અને મારું મિથ્યા કરો
હાં રે રમો પ્રભુ સંગાથ.
હેતે હરિરસ પીજીએ.


Leave a Reply

Your email address will not be published.