મારાં નેણાં તણા શણગાર રે,
મંદિરે પધારો તમે માવજી રે
હાંરે વહાલા તમ રે વિના ગમતું નથી રે,
મારા હરિવર હૈડાના હાર રે
મારાં નેણાં તણા…
હાંરે વહાલા ચટક રંગીલી પહેરી ચાખડી,
ઓરા આવોને પ્રાણ આધાર રે
મારાં નેણાં તણા…
હાંરે વહાલા પ્યારી રંગીલી બાંધી પાઘડી રે,
રૂડા ઝળકે સોનેરી માંહી તાર રે
મારાં નેણાં તણા…
હાંરે વહાલા બ્રહ્માનંદ કહે હવે તમ વિના રે,
મુને ઝેર થયો સંસાર રે
મારાં નેણાં તણા…