46 હિંડોળો ઘનશ્યામ હરિનો


હિંડોળો ઘનશ્યામ હરિનો,
અતિ રૂપાળો લાગે રે;
સજની અંતર વાધે સુખડું,
ભવનું દુઃખડું ભાગે રે
હિંડોળો ઘનશ્યામ…

છેલ ચતુરવર છોગાળા કેરી,
મૂર્તિ મનોહર પ્યારી રે;
અલબેલા મન મોહન ઉપર,
તન ધન નાખું વારી રે
હિંડોળો ઘનશ્યામ…

હિંડોળાની શોભા હેલી,
વર્ણવ્યામાં નવ આવે રે;
લટકાળા કેરું છોગલીયું,
ચિત્તડાને લલચાવે રે
હિંડોળો ઘનશ્યામ…

કનક સ્તંભ હિંડોળો કાજુ,
દોરી રેશમ કેરી રે;
બ્રહ્માનંદનો વહાલો ઝુલે,
લાલ મનોહર લહેરી રે
હિંડોળો ઘનશ્યામ…


Leave a Reply

Your email address will not be published.