રાજ મારે દિન દિન દિવાળી રે,
વહાલા મળતાં તમને વનમાળી રે,
જી હો ગિરધારી…
મોહન આવ્યા તમે મંદિરીએ,
કાજુ દીપતણા ઉત્સવ કરીએ
જી હો ગિરધારી…
અજવાળ્યા તમ સારુ આરડિયા,
મેં તો જાળીડે જાળીડે નંગ જડિયા રે
જી હો ગિરધારી…
બ્રહ્માનંદના પ્રીતમ તમ સંગે,
અતિ આનંદ વાધ્યો છે મારે અંગે રે
જી હો ગિરધારી…