સખી હૈડે તે હરખ ન માય,
આજ દિવાળી રે;
હું તો મગન થઈ મનમાંય,
ભૂધર ભાળી રે…
સુંદર શ્યામ સોહામણો રે,
સુંદર ગજ ગતિ ચાલ;
સુંદર શોભા અંગની હું તો
નીરખીને થઈ છું નિહાલ…
નેણ મનોહર નાથનાં રે,
હૈડે મનોહર હાર;
સુભગ મનોહર શ્યામળો વ્હાલો,
નટવર ધર્મકુમાર…
બાજૂ નૌતમ બેરખા રે,
બેહદ નૌતમ બાન;
બ્રહ્માનંદના નાથનું થઈ,
રૂપ જોઈ ગુલતાન…