શેરી ભલી પણ સાંકરી રે,
નગર ભલાં પણ દૂર રે,
કેસરિયા એક વાર ગઢડે પધારજો રે…
શેરીએ આવતાં શોભતા રે,
ઘોડલડે અસવાર રે
કેસરિયા એક વાર
માણેકચોકમાં મલપતા રે,
ઊડે છે અબીલ ગુલાલ રે
કેસરિયા એક વાર
ઓસરીએ ઢોલિયો ઢળાવતા રે,
બેસતા બહુ વાર રે
કેસરિયા એક વાર
ગોપીનાથનાં મંદિરિયાં રે,
તમ વિના સૂનાં દેખાય રે
કેસરિયા એક વાર
સહજાનંદજી સુજાણ છો રે,
બ્રહ્માનંદના રાય રે
કેસરિયા એક વાર