મારે આજ પ્રીતમ ઘેર આવિયા જી રે,
ભરી થાળ મોતીડે વધાવિયા જી રે
મારે આજ પ્રીતમ…
પહેલાં નીર ઊને તે નવરાવિયા જી રે,
પછી પ્રીતમ મહીં પધરાવિયા જી રે
મારે આજ પ્રીતમ…
મેં તો ભોજન જમાડ્યાં ભાતભાતનાં જી રે,
વહાલે આપ્યાં તે સુખ એકાંતનાં જી રે
મારે આજ પ્રીતમ…
પે’લું પરઠ્યું હતું તે વેણે પળિયા જી રે,
વા’લો હેતે કરીને મુજને મળ્યા જી રે
મારે આજ પ્રીતમ…
બ્રહ્માનંદ કહે ધન્ય આજની ઘડી જી રે,
મારો વહાલોજી પધાર્યા સેજડી જી રે
મારે આજ પ્રીતમ…