મન માની મોહન તારી મૂરતિ રે;
એક નિમિષ ન મેલું (મારા) ઉરથી રે
મુને નેહડો જણાણો તારા નેણમાં રે,
રઢ લાગી ન ભૂલું દિન રેણમાં રે
મન માની મોહન…
જોયું રૂપ તારું રળિયામણું રે,
બીજું સરવે થયું અળખામણું રે
મન માની મોહન…
હું તો ગરક થઈ તારા ગીતમાં રે,
ચડ્યો કેફ અલૌકિક ચિત્તમાં રે
મન માની મોહન…
પિયા પ્રેમેથી સેજડી પધારજો રે,
બ્રહ્માનંદને ઘડી મા વિસારજો રે
મન માની મોહન…