સુંદર શ્યામળા રે,
આવો છોગલાવાળા છેલ,
છોગલાવાળા છે,
વા’લા આવીષ તારી ગેલ…
છેલ છબીલા રંગના રેલા,
કેસરભીના કા’ન,
સંભળાવો મુને શ્યામ સલુણી,
મોરલડીની તાન..
મોહન તારી મૂર્તિ મારા,
નેણામાં રાખીશ,
ભૂધર તારી ચાલ ત્રિભંગી,
લાલ કલંગી શિશ…
તમ વિના રે મારે ઘડીએ ન ચાલે,
પડી પટોળે ભાત,
બ્રહ્માનંદના વા’લમા આવી,
વસો મારે ઘેર રાત…