64 વહાલા આવો ને કરીએ વાતલડી


વહાલા આવો ને કરીએ વાતલડી,
તમને જોઈને ઠરે છે મારી છાતલડી…

અણિયાળી રે તારી આંખલડી,
જાણે લાલ કમળ કેરી પાંખલડી રે;
રૂડાં લાગે છે કાનોમાં મોતી,
તારી નાસા દીપ તણી જ્યોતિ રે
વહાલા આવો ને

મુખ જોઈને દુઃખ મારું ટળિયું,
તારા દંત દાડમ કેરી કળિયું રે;
બ્રહ્માનંદ કહે રીઝી છું જોઈને,
હવે દેખું નહીં જો બીજા કોઈને રે
વહાલા આવો ને


Leave a Reply

Your email address will not be published.